Corona Updates: દેશમાં કોરોનાના કેસ 32 લાખને પાર, કેમ આટલા ઝડપથી વધી રહ્યાં છે કેસ? જાણો કારણ
દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ના કેસમાં હવે તો રોજે રોજ મસમોટો વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 67,151 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1059 લોકોના એક જ દિવસમાં મૃત્યુ થયા છે. દેશમાં આ સાથે કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 32,34,475 થયો છે. જેમાંથી 7,07,267 લોકો સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં 24,67,759 લોકો કોરોનાને માત આપીને સાજા થઈ ગયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં 59,449 લોકોના મૃત્યુ થયા છે.
Trending Photos
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ના કેસમાં હવે તો રોજે રોજ મસમોટો વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 67,151 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1059 લોકોના એક જ દિવસમાં મૃત્યુ થયા છે. દેશમાં આ સાથે કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 32,34,475 થયો છે. જેમાંથી 7,07,267 લોકો સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં 24,67,759 લોકો કોરોનાને માત આપીને સાજા થઈ ગયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં 59,449 લોકોના મૃત્યુ થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યાં મુજબ 25 ઓગસ્ટ સુધીમાં 3,76,51,512 નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેમાંથી 8,23,992 સેમ્પલનું ગઈ કાલે પરિક્ષણ કરવામાં આવ્યું છે.
India's #COVID19 case tally crosses 32 lakh mark with 67,151 fresh cases and 1,059 deaths in the last 24 hours.
The COVID-19 case tally in the country rises to 32,34,475 including 7,07,267 active cases, 24,67,759 cured/discharged/migrated & 59,449 deaths: Ministry of Health pic.twitter.com/pfoJqCg2FY
— ANI (@ANI) August 26, 2020
ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. અનેક રાજ્યો એવા છે કે જ્યાં સંક્રમણની સ્થિતિ વિસ્ફોટક જોવા મળી રહી છે. દેશમાં આજે કોરોના વાયરસના કેસની સંખ્યા 32 લાખને પાર પહોંચી ગઈ છે. જ્યારે કોરોનાથી અત્યાર સુધીમાં 59 હજારથી વધુના મોત થયા છે. આટલા ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યા છે તેનું શું કારણ છે?
ICMRના ડાઈરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે મંગળવારે આ અંગે જણાવ્યું કે દેશમાં કોરોના ફેલાવવાના કેટલાક પ્રમુખ કારણો છે. તેમણે કહ્યું કે કેટલાક બેજવાબદાર લોકો મોસ્ક પહેરતા નથી, સામાજિક અંતર જાળવતા નથી જેને કારણે ભારતમાં કોરોના વાયરસ રોગચાળો વધુ ફેલાઈ રહ્યો છે. ભાર્ગવે એમ પણ કહ્યું કે ICMRએ બીજા રાષ્ટ્રીય સીરો સર્વની શરૂઆત કરી દીધી છે. જે સપ્ટેમ્બરના પહેલા સપ્તાહ સુધીમાં પતી જશે.
The total number of samples tested up to 25th August is 3,76,51,512 including 8,23,992 samples tested yesterday: Indian Council of Medical Research (ICMR)#COVID19 pic.twitter.com/xObww4q5aX
— ANI (@ANI) August 26, 2020
માસ્ક અને સામાજિક અંતર જાળવવું જરૂરી
ભાર્ગવે એક પ્રેસ બ્રિફિંગમાં એક સવાલના જવાબમાં કહ્યું કે હું એમ નહીં કહું કે જવાન કે વૃદ્ધ આમ કરી રહ્યાં છે. હું કહીશ કે બેજવાબદાર, ઓછા જાગૃત લોકો માસ્ક પહેરતા નથી અને સામાજિક અંતરના નિયમનું પાલન કરતા નથી જેનાથી ભારતમાં મહામારી વધી રહી છે. તેમણે કહ્યું કે ગત રાષ્ટ્રીય સીરો સર્વેના આખા રિપોર્ટની બે વાર સમીક્ષા કરવામાં આવી છે અને આ સપ્તાહના અંતમાં તેને ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચમાં પ્રકાશિત કરવામાં આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે